ગાંધીનગરઃ માથામાં ફાયરિંગ કરીને ૩ની હત્યા અને લૂંટ ચલાવનારો સિરિયલ કિલર ૮ મહિના બાદ ૧૫મીએ પકડાયો છે. સિરિયલ કિલરને પકડવા માટે પાંચ રાજ્યની ૫૦ કરતાં વધારે ટીમો કામે લાગી હતી અને રૂ. પાંચ લાખનું ઇનામ પણ જાહેર કરાયું હતું. ગુજરાત એટીએસ સરખેજ વિસ્તારમાંથી ૧૫મીએ મોડી રાત્રે ધોળકા રોડ પર આવેલા એક મકાનમાંથી મદન ઉર્ફે મુકેશ ઉર્ફે મોસિન ભવનલાલ નાયક (૩૬) નામના સિરિયલ કિલર ઝડપી લઈ ૧ પિસ્ટલ અને ૩૧ કારતૂસ કબજે કર્યા હતા. કિલરે પહેરેલું જેકેટ, ચાની કીટલી ઉપર વટાવેલો ઐતિહાસિક સિક્કો અને સીસીટીવી પરથી તેની ઓળખ થઈ હતી. આ સિરિયલ કિલર ચોરી-લૂંટના ગુના આચરનાર હિસ્ટ્રિશીટર છે. વિકૃત માનસ ધરાવતા આ માણસે ફક્ત પૈસા માટે જ ૩ વ્યક્તિની હત્યા કરી હતી. કિલરે પોલીસ સમક્ષ ૧ જ મિનિટમાં ત્રણેય હત્યા કબૂલી લીધી હતી. ક્રાઇમ પેટ્રોલ જોઈને હત્યા કરવાનું અને યુ ટ્યૂબ પરથી બંદૂક ચલાવતા શીખ્યો હોવાની કબૂલાત પણ તેણે
કરી હતી.