ચીખલા ગેંગરેપ કેસમાં દસને જનમટીપની સજા થઈ

Wednesday 16th May 2018 06:44 EDT
 

અમદાવાદઃ સાણંદ પાસે આવેલા ચીખલા ગામમાં પેટ્રોલ પંપ પર કામ કરતા મજૂરોને લૂંટી તેમની પત્નીઓ પર સામૂહિક બળાત્કાર ગુજારવાના કેસમાં દસ આરોપીઓને ગ્રામ્ય કોર્ટના એડિશનલ સેશન્સ જજ ડી. પીય ગોહિલે ગુનેગાર ઠરાવીને ૧૧મી મેએ આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ ૨૦૧૧માં ચીખલા પાસેના પેટ્રોલ પંપમાં મજૂરોને કામ માટે બોલાવ્યા હતા. મજૂરો નિત્યક્રમ મુજબ કામ કરી ઘરે ગયા હતા ત્યારે રાત્રે અચાનક લૂંટારુઓની ટોળકી ત્રાટકી હતી. અને મજૂરોના દાગીના રોકડ સહિતની વસ્તુઓ લૂંટી લીધી પછી બે મહિલાઓ પર તેમના પતિ અને પરિવારની હજારીમાં ગેંગરેપ કર્યો હતો. આ ઘટના અંગે મજૂરોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ કેસમાં વિરમ ઉર્ફે વિરમો રામુભાઈ ચુનારા સહિત દસ આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં કેસ મૂક્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે. બંને ભોગ મહિલાઓ કોર્ટમાં આરોપીઓને ઓળખી બતાવ્યા હતા. આ કેસની તમામ હકીકતો ધ્યાન લેતા સમાજમાં આવા પ્રકારની ઘટનાઓ બને નહીં તે માટે આરોપીઓને કડકમાં કડક સજા કરવી જોઈએ. સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન બની રહે તથા કોઈપણ વ્યક્તિ કાયદો અને વ્યવસ્થા ઉપર હાવિ થાય નહીં. તે માટે આ ચુકાદો અપાયો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter