ચીફ જસ્ટિસ એમ. આર. શાહને ફુલ કોર્ટ ફેરવેલ અપાઈ

Thursday 16th August 2018 03:04 EDT
 

અમદાવાદઃ પટણા હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ પદે બઢતી પામેલા જસ્ટિસ એમ. આર. શાહને ગુજરાત હાઇ કોર્ટની ફર્સ્ટ કોર્ટમાં ફૂલ કોર્ટ ફેરવેલ આપવામાં આવી હતી. ચીફ જસ્ટિસની હાજરીમાં આપવામાં આવેલી ફુલ કોર્ટ ફેરવેલમાં ૧૫૦૦થી વધારે વકીલો હાજર હતા. આ પ્રસંગે જસ્ટિસ એમ. આર. શાહે બાર દર્શાવેલી લાગણી પ્રત્યે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, હું જે જગ્યા પર છું તે સ્થાને પહોંચવા માટે મારા માતા-પિતાના પુણ્ય અને મારી પત્નીનો સહયોગ મહત્ત્વનો રહ્યો છે. તેમણે જણાવ્યું, મને બાર તરફથી મળેલો પ્રેમ હંમેશાં યાદ રહેશે.
ઉલ્લેખનીય છે કે જસ્ટિસ એમ. આર. શાહ ૨૦૦૪માં ગુજરાત હાઇ કોર્ટના જસ્ટિસ નિમાયા હતા. ૨૦૦૫માં કાયમી જસ્ટિસ બન્યા હતા.. ત્યારથી અત્યાર સુધી તેમણે અનેક મહત્ત્વના કેસોમાં નોંધનીય ચુકાદા આપ્યા છે. તાજેતરમાં અમદાવાદમાં ચાલેલી ટ્રાફિક ડ્રાઇવ, દબાણ હટાવ ઝુંબેશ પણ તેમના આદેશનું પરિણામ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter