ગાંધીનગર: રાજ્યના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંઘને છ મહિનાનું એક્સટેન્શન મળતાં હવે તેઓ ૩૧મી મેએ નિવૃત્ત થવાને બદલે નવેમ્બર માસ સુધી રાજ્ય સરકારના સર્વોચ્ચ અમલદાર તરીકે કાર્યરત રહેશે. ૧૯૮૩ની બેચના આઇએસ અધિકારી જે. એન. સિંઘ હાલ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અત્યંત નજીકના ગણાય છે. જે. એન. સિંઘની મુખ્ય સચિવપદે નિમણૂક જુલાઈ ૨૦૧૬માં થઈ હતી અને ત્યાર બાદ સરકારની સામે અનામત આંદોલનો, ખેડૂતોની નારાજગી અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી જેવા પડકારો હતાં.

