અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ૧૪મી ડિસેમ્બરે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી ભાજપ, કોંગ્રેસ, એન.સી.પી., બસપા, સામ્યવાદી પક્ષો તો લડશે પણ અન્ય રાજ્યોમાં નોંધાયેલા કે બિન માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોએ પણ ઝુકાવ્યું છે અને તેમની સંખ્યા ૪૭ જેટલી છે.
આવી પાર્ટીઓમાં આપણી સરકાર પાર્ટી, અપના દેશ પાર્ટી, યુવા સરકાર, ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન પાર્ટી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી જેવા ક્યારેય ન સાંભળ્યા હોય તેવાં નામ ધરાવતા પક્ષોનો સમાવેશ થાય છે. બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે બધું મળીને ૮૫૧ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સૌથી મોટી સંખ્યામાં, ૩૫૦ અપક્ષો છે જે કુલ ઉમેદવારોના ૪૧ ટકા જેટલા થાય છે. ગુજરાતના મતદારોએ ભાગ્યે જ સાંભળ્યા હોય તેવી પાર્ટીઓનાં નામોમાં ૧૬ પક્ષો એવા છે જેની સાથે ઓલ ઈન્ડિયા, અખિલ ભારત, રાષ્ટ્રીય ભારતીય જેવા શબ્દો શબ્દો જોડાયેલા છે. જેમકે ઓલ ઈન્ડિયા હિન્દુસ્તા કોંગ્રેસ પાર્ટી, ભારતીય નેશનલ જનતા દળ, ઈન્ડિયન નેશનલ લીગ, રાષ્ટ્રીય મહાન ગણતંત્ર પાર્ટી, વગેરે છે. એમાંથી ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધુ ૪૬ ઉમેદવાર ઊભા રાખ્યા છે.


