ચૂંટણી ટાણે જ આતંકી પકડાય છેઃ શંકરસિંહ વાઘેલા

Wednesday 01st March 2017 06:30 EST
 

ગાંધીનગરઃ રાજકોટમાં પકડાયેલા આઈએસઆઈએસના બે એજન્ટોને લઈને ગુજરાતના રાજકારણમાં આક્ષેપબાજી શરૂ થઈ છે. કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આરોપ લગાવતાં ૨૭મીએ જણાવ્યું કે, મધ્ય પ્રદેશમાં આઈએસઆઈ સાથે સંકળાયેલા એજન્ટો જ્યારે ભાજપના હોય ત્યારે ગુજરાતમાં શું સ્થિતિ હોય તે વિચારવું રહ્યું. ગુજરાતમાં જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે જ આતંકીઓ પકડાવાની ઘટના બને છે. વાઘેલાએ નરેન્દ્ર મોદી તરફ નિશાન તાકતા જણાવ્યું કે, ૨૦૦૦ની ચૂંટણી સમયથી આવી ઘટના બને છે. સાહેબ જ્યારથી અહીંથી ત્યાં ગયા છે ત્યારના સત્તા ટકાવી રાખવા ભાજપના આ બધાં કારસ્તાન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter