ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરીનો જિલ્લા કલેક્ટરને એવોર્ડ

Tuesday 23rd January 2018 14:54 EST
 
 

ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી, ૨૦૧૭માં શ્રેષ્ઠ વ્યવસ્થાપન એવોર્ડ માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર અવંતિકાસિંઘની પસંદગી કરાઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરેલી પસંદગી યાદીમાં જનરલ કેટેગરીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટરને આ એવોર્ડ અપાયો છે. એવોર્ડને સ્વીકારતા કલેક્ટરે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને જિલ્લામાં કોઇ પણ અવ્યવસ્થા વિના શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter