અમદાવાદઃ ચેક રિપબ્લિકની એલચીની કચેરી અને વીએફએસ ગ્લોબલે પશ્ચિમ ભારતના ઝડપથી વિકસતા વ્યાવસાયિક વિસ્તારના રહેવાસીઓ માટે વિઝા અરજીની સુવિધા સરળ બનાવવા અમદાવાદમાં જીસીસીઆઇ કેમ્પસમાં ચેક રિપબ્લિક વિઝા એપ્લિકેશન સેન્ટર શરૂ થયું છે. નવમીએ સવારે ચેક રિપબ્લિકના રાજદૂત મિલાન હોવોરકાએ જણાવ્યું કે, અમદાવાદ ભારતનું સાતમું શહેર છે કે જ્યાં વીએસએફ ગ્લોબલે છેલ્લા એક વર્ષમાં ચેક રિપબ્લિક માટે વિઝા એપ્લિકેશન સેન્ટર શરૂ કર્યું છે.
અગાઉ અમદાવાદના અરજદારોને શેન્જેન વિઝા (જો યુરોપમાં પ્રવાસ કરવા મુખ્ય દેશ ચેક રિપબ્લિક હોય તો) મેળવવા માટે મુંબઇ કે દિલ્હી જવું પડતું હતું. વીએફએસ ગ્લોબલ વિઝા સેન્ટરમાં જઇને ચેક રિપબ્લિકનો પ્રવાસ કરવા માટે શેન્જેન વિઝા એપ્લિકેશન સબમિટ કરી શકે છે. ટૂંક સમયમાં વધુ એક વિઝા એપ્લિકેશન સેન્ટરની જાહેરાત થશે. ચેક રિપબ્લિકની એલચી કચેરી સાથે જોડાણ એ વિદેશ પ્રવાસ ક્ષેત્રે ઇ સેવાની સફળતા સૂચવે છે. બિઝનેસ ટ્રાવેલર્સ માટે વિઝા એપ્લાય વધારાશે તેમ એમણે ઉમેર્યું હતું.

