છોટુબાવા, એક મહિલા સહિત પાંચ સામે તિલકબાવાએ ચોરીની ફરિયાદ નોંધાવી

Wednesday 13th November 2019 05:16 EST
 
 

અમદાવાદઃ કાલુપુર દોશીવાડાની પોળમાં વૈષ્ણવ સંપ્રદાયની વ્રજનાથ ગોસ્વામીની હવેલીમાંથી પ્રભુના ૨૭ સ્વરૂપોની ચોરી થવાના મામલે ઉદીયમાન આચાર્ય ઉર્ફે મધુસુદન ઉર્ફે તિલકબાવા વ્રજનાથ ગોસ્વામી (ઉં. ૪૧)એ તેમના નાના ભાઈ રણછોડલાલજી ઉર્ફે આભરણબાવા ઉર્ફે છોટુબાવા અને એક મહિલા સહિત પાંચ જણા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કાલુપુર પોલીસ સ્ટેશનમાં સાતમી નવેમ્બરે નોંધાયેલી ચોરીની ફરિયાદના આરોપીઓએ ભગવાનના ૨૭ સ્વરૂપોની ચોરી કર્યા બાદ ૧૦ સ્વરૂપો પરત કર્યા અને બાકીના સ્વરૂપો આપવા અંગે સ્પષ્ટ નનૈયો ભણીને ‘થાય તે કરી લો’ તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા.
તિલકબાવાની ફરિયાદ મુજબ હવેલીમાં બિરાજતા ભગવાન શ્રી કૃષ્ણના જુદા જુદા ૨૭ સ્વરૂપની ચોરી ચોથી નવેમ્બરની રાત્રે ૮.૦૦થી મંગળવારે સવારે ૬.૦૦ વાગ્યા દરમિયાન થઈ હતી. મંદિરના મુખિયાએ મંગળા આરતી માટે દરવાજા ખોલ્યા ત્યારે સ્વરૂપો ન હતા. તેથી તેઓએ વ્રજનાથજી અને તિલકબાવાને જાણ કરી હતી. જાણ થઈ કે તિલકબાવાના નાના ભાઈ છોટુબાવાએ તેમના મળતિયા ગુંજન કંસારા અને હર્ષદ પાટોલિયા સાથે મળીને ગેરકાયદેસર રીતે રૂમમાં પ્રવેશી સ્વરૂપોની ચોરી કરી છે.
છોટુબાવાના વૈષ્ણવ સમાજના પ્રતિનિધિઓ સાથે સંપર્ક થતાં તેઓએ સ્વરૂપો તેમની પાસે હોવાની કબૂલ્યું હતું. પુષ્ટમાર્ગીય વૈષ્ણવ સમાજના પ્રાચીન મંદિરમાંથી ૫૦૦ વર્ષથી પણ વધુ જૂના સ્વરૂપોની કિંમત રૂપિયામાંથી થઈ શકે તેમ ન હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
સાથે આવેલી મહિલા છોટુબાવા અને સાગરીતોને ભગાડી ગઈ અસારવા બેઠકે છોટુબાવા સહિતના ત્રણ લોકોને ૧૭ સ્વરૂપો પરત ન કરે તો પોલીસને સોંપવાની તજવીજ ચાલી રહી હતી. તે સમયે નિધિ કંસારા અને તેનો પતિ દીપક કંસારા લોકોના ટોળાં વચ્ચેથી છોટુબાવા સહિત ત્રણે આરોપીને ભગાડીને લઈ ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter