જાકાર્તામાં ફસાયેલા ૨૨૩ ભારતીયોને લઈ એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ પહોંચી

Friday 29th May 2020 05:22 EDT
 
 

અમદાવાદઃ વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ભારત લાવવા માટેના મિશન વંદે ભારત-૨માં જાકાર્તાથી ૨૨૩ ભારતીય નાગરિકોને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ મુંબઈ થઈને અમદાવાદ આવી પહોંચી હતી.
મુસાફરોને એરપોર્ટ પર મેડિકલ ચેકઅપ કરાયા બાદ તેમના પસંદગીના કોરેન્ટાઈન સેન્ટર પર મોકલાયા હતા. બે દિવસ પહેલા મલેશિયાની ભારતીય નાગરિકોને લઈને ત્યારે ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ પહોંચી હતી.
ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ હોવાથી ભારતમાં આવેલા વિદેશી નાગરિકો અહીં અને ભારતથી અન્ય દેશોમાં ગયેલાં ભારતીય નાગરિકો જે તે દેશમાં ફસાઈ ગયા હતા.
અમેરિકા, યુકે, કેનેડા, જાપાન સહિતના નાગરિકોને જે તે દેશની સરકારો ખાસ વ્યવસ્થા કરી ભારતથી પરત પોતાના દેશમાં લઈ ગઈ છે. ભારત સરકારે પણ વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા મિશન વંદે ભારત અભિયાન શરૂ કર્યું હતું જેના પ્રથમ ભાગમાં ૧૪ હજારથી વધુ નાગરિકોને ભારતમાં પાછા લાવવામાં આવ્યા હતા.
હવે મિશન વંદે ભારતના બીજા તબક્કામાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગંત જાકાર્તામાં ફસાયેલા ૨૨૩ ભારતીય નાગિરકોને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ મુંબઈ થઈને અમદાવાદ પહોંચી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter