જાપાન ગુજરાતમાં રૂ. ૭,૦૦૦ કરોડના પ્રોજેક્ટ્સ શરૂ કરશે

Wednesday 20th September 2017 09:56 EDT
 
 

અમદાવાદઃ જાપાને ગુજરાતમાં અંદાજે રૂ. ૭ હજાર કરોડના પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, આગામી પાંચ વર્ષમાં રૂ. બે લાખ કરોડથી પણ વધુના મૂડીરોકાણની કટિબદ્ધતા દર્શાવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત કર્યા બાદ મોદી શિન્ઝો બિઝનેસ કોન્ફરન્સ અને ઈન્ડો-જાપાન રાઉન્ડ ટેબલ માટે ગાંધીનગર મહાત્મા મંદિર પહોંચ્યા હતા. અહીં બંને રાષ્ટ્રના ઉદ્યોગક્ષેત્રના માંધાતાઓ, કોર્પોરેટ સીઈઓ સાથે બંને વડા પ્રધાનોએ બેઠક યોજી હતી. આમાં ભારતના કોર્પોરેટ ક્ષેત્રના ટોચના ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો.
જાપાનની વસતી જેટલા ભારતમાં રોજ ટ્રેનપ્રવાસી
બુલેટ ટ્રેનના ખાતમુહૂર્ત પ્રસંગે મોદીએ કહ્યું કે, જાપાનની વસતિ જેટલા લોકો તો ભારતમાં રોજ ટ્રેનમાં પ્રવાસ કરે છે. ભારત પાસે મેનપાવર છે અને જાપાન પાસે સ્કિલ છે, તો ભારત પાસે જાપાનની સ્કીલ જો ભારતના યુવાનો સુધી પહોંચાડાય તો આ યુવાનો અત્યંત ઝડપે વિકાસ કરે. મોદીએ કહ્યું કે, જાપાન પાસે યુવા ધનની જે અછત છે તેની સામે ટેકનોલોજીનો એડવાન્ટેજ રહ્યો છે. ભારત પાસે યુવાધન છે તેને જાપાનની ટેકનોલોજીનો અને સ્કીલનો લાભ મળે તે બંને રાષ્ટ્ર માટે લાભપ્રદ બને.
સુઝૂકી દેશનો પહેલો ઈલેક્ટ્રિક બેટરીનો પ્લાન્ટ સ્થાપશે
મારુતિ સુઝૂકી મોટર કોર્પોરેશનના ચેરમેન ઓસામુ સુઝૂકીએ ગુજરાતમાં દેશનો સર્વપ્રથમ લિથિયમ- આયન બેટરીના ઉત્પાદનનો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. ઈન્ડો- જાપાન મિટમાં તોશિબા અને ડેન્સો સાથેની પાર્ટનરશીપમાં ગુજરાતમાં શરૂ થનારા આ પ્લાન્ટથી વિશ્વભરમાં મેડ ઈન ઈન્ડિયા હાઈબ્રિડ કારની નિકાસ થશે. જાપાનની ત્રણેય કંપનીઓના પાર્ટનરશીપમાં લિથિયમ આયન બેટરીના ઉત્પાદન પ્લાન્ટ માટે રૂ.૧૧૫૧ કરોડનું રોકાણ થશે. આ બેટરી ડેન્સો ટેકનોલોજી પર બનશે.
જાપાન-ભારત મહત્ત્વના સમજૂતી કરાર
આપત્તિ જોખમ વ્યસ્થાપનઃ કેન્દ્રીય ગૃહમંત્રાલય, જાપાન સરકાર વચ્ચે આપત્તિનું જોખમ ઘટાડવાના ક્ષેત્રમાં સહકાર
કૌશલ્ય વર્ધનઃ ભારતમાં જાપાનીઝ ભાષાના શિક્ષણ ક્ષેત્રમાં એમઇએ, જાપાનના એમઓએફએ વચ્ચે સંબંધો ગાઢ બનાવવા
કનેક્ટિવિટીઃ ઇન્ડિયા-જાપાન એક્ટ ઇસ્ટ ફોરમ ભારતના ઉત્તર પૂર્વમાં પ્રોજેક્ટ
આર્થિક અને વાણિજિયિકઃ ભારતમાં જાપાનીઝ પ્રવાસીઓ માટે જાપાનમાંથી તાજું ભોજન ઠંડા બોક્ષમાં મોકલી શકાશે.
રોકાણ (ગુજરાત): ડીઆઈપીવી અને એમઈટીઆી વચ્ચે રોકાણ પ્રમોશન
રોકાણ: METI અને ગુજરાત વ્ચેચ માંડલ-બેચરાજી-ખોરજમાં વિકાસ કાર્યક્રમો
નાગરિક ઉડ્ડયનઃ ખુલ્લા આકાશ પર આરઓડીનું આદાન-પ્રદાન
વિજ્ઞાન-ટેકનોલોજીઃ આઇથીમ્સ, રાઈકેન અને બાયોલોજિકલ સાયન્સ માટે સમજૂતિ, આદાનપ્રદાન
સંશોધન કરારઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઇન્ડ. સાયન્સ એન્ડ ટેકનો.
• ડીબીટી એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સાયન્સ એન્ડ ટેકનો. વચ્ચે કરાર
રમત-ગમતઃ લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, નિપ્પોન સ્પોર્ટ્સ સાયન્સ યુનિ. જાપાન અને આદાનપ્રદાન. સ્પોટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નિપ્પોન સ્પોટ્સ વચ્ચે આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક રમતગમતના આદાનપ્રદાન.
• એકેડમિક-થિન્ક ટેન્કઃ સંશોધન ક્ષેત્રે પ્રોત્સાહન આપવા RIS અને આઈડીઈ-જેટ્રો વચ્ચે કરાર.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter