જામનગરઃ જામખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને ગ્રીમકોના પૂર્વ ચેરમેન મેઘજીભાઈ કણઝારિયાનું ૧૮મી જાન્યુઆરીએ અવસાન થયું હતું. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમને જામનગરની જી. જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને કોરોનાની સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે.
મેઘજીભાઈ ગ્રીમકોના પૂર્વ ચેરમેન, મોરબી જિલ્લાના ભાજપના પ્રભારી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ પૂર્વ પ્રમુખ, જામખંભાળિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને ભાજપમાં અન્ય હોદ્દા પર રહી ચૂક્યા હતા. જામખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને સતવારા સમાજના અગ્રણી મેઘજીભાઈના નિધનથી ભાજપના કાર્યકરોમાં અને સતવારા સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી.













