જામનગરનું એક ગામ જ્યાં મહિલાઓ માટે અલગ મતદાન કેન્દ્ર

Sunday 21st April 2019 08:07 EDT
 
 

જામનગરઃ ગુજરાતમાં એક માત્ર જામનગરના જામજોધપુર તાલુકાનું ધ્રાફા ગામ એવું છે જ્યાં સામાજીક પરંપરા મુજબ આઝાદી બાદથી એટલે કે લોકસભાની પ્રથમ ચૂંટણીથી મહિલાઓ માટે અલગ મતદાન કેન્દ્ર ઉભું કરાય છે.
આ વ્યવસ્થા આજે પણ યથાવત છે. ધ્રાફા ગામમાં ૩૦૦૦ જેટલી વસતી વસવાટ કરે છે. ૧૯૪૭ બાદ રાજાશાહી વખતે યોજાયેલી પ્રથમ ચૂંટણી બાદ ગ્રામજનોએ નક્કી કર્યું કે, એક પણ ગામની મહિલાઓ મતદાનથી વંચિત ન રહે એ માટે ગામમાં મહિલાઓ માટે અલગ મતદાન કેન્દ્રની ફાળવણી કરાઈ હતી. જામનગરના જિલ્લા ચૂંટણી અધિકારી મીતાબહેન જોશીએ જણાવ્યું હતું કે, હજુ પણ ગુજરાતભરમાં સંભવત ધ્રાફા એક જ ગામ એવું છે જ્યાં મહિલાઓ માટે અલગ મતદાન મથક ઉભું કરાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter