જીએસટીના દરોડામાં રૂ. ૬૦૩૦ કરોડના કૌભાંડ પકડાયા

Wednesday 03rd July 2019 07:40 EDT
 

અમદાવાદઃ જીએસટી વિભાગે ૨૯મીએ ૧૧ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા દરમિયાન માત્ર છ કલાકમાં રાજ્યના અગ્રણી શહેરોમાં ૨૮૨ સ્થળે દરોડાની કાર્યવાહી કરીને આશરે રૂ. ૬૦૩૦ કરોડના બોગસ બિલિંગના વ્યવહારો ઝડપી પાડ્યા હતા. ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું બોગસ બિલિંગ ઝડપી પાડ્યું હોવાનું જીએસટીના ચીફ કમિશનર પી. ડી. વાઘેલાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ તપાસમાં જણાયું કે બોગસ બિલોના આધારે રૂ. ૯૧૦ કરોડની જીએસટીની ટેક્સ ચોરી કરવામાં આવી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter