ગાંધીનગરઃ કલોલ તાલુકાના પાલોડિયા ગામે આવેલી ઈલેકટ્રોથમ કંપનીમાં જીએસટી વિભાગના અધિકારીઓએ તાજેતરમાં દરોડો પાડયો હતો ત્યારે પાર્કિંગમાં રહેલા ટ્રકમાંથી કેટલાક દસ્તાવેજોની સાથે સાથે દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. આ મામલે જીએસટી વિભાગના અધિકારીઓએ સાંતેજ પોલીસને જાણ કરી હતી. ટ્રકમાંથી અલગ અલગ ૨૨૦ મોંઘીદાટ બ્રાન્ડનો રૂ. ૩૩.૭૧ લાખનો દારૂ પણ મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થાને જપ્ત કરીને કંપનીના માલિક શૈલેષભાઈ ભંવરલાલ ભંડારી સામે પ્રોહિબિશન એકટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

