અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે જ ધમાકેદાર એન્ટ્રી કર્યા પછી મેઘરાજા રિસાયા હોય તેવું લાગે છે. કારણ કે ખાસ કરીને ખેડૂતો દરરોજ વરસાદની રાહ જોવે તેમ તેમ તેમાં વિલંબ થઇ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી બે અઠવાડિયા સુધી વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. વિભાગના વડા જયંત સરકારે જણાવ્યું હતું કે, ઉત્તર-પૂર્વીય મધ્ય પ્રદેશ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે. જે નોર્થઇસ્ટ તરફ આગળ વધે તેવી શક્યતા છે. જેના કારણે ગુજરાતમાં કેટલાક સ્થળે છુટાછવાયા વરસાદને બાદ કરતા ક્યાંય પણ નોંધપાત્ર વરસાદ પડવાની કોઈ સંભાવના નથી.