ગાંધીનગરઃ જેકે પેપર લિ. કંપનીએ સોનગઢ પ્લાન્ટના મોર્ડનાઇઝેશન માટે રાજ્ય સરકાર સાથે રૂ. ૧૫૦૦ કરોડના એમઓયુ કર્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં થયેલા એમઓયુ પ્રમાણે કંપનીનો પ્લાન્ટ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં ઉત્પાદન કરતો થઈ જશે. આ પ્લાન્ટને કારણે આદિવાસી વિસ્તારના સ્થાનિક એક હજાર યુવાનોને રોજગારી મળશે અને સ્થાનિક ખેડૂતો કંપનીને રો મટીરિયલ પૂરું પાડી શકશે.

