અમદાવાદઃ આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી જેટ એરવેઝને બેંક તરફથી આર્થિક મદદ મળી છે, પરંતુ અમદાવાદથી ઈન્દોરની ફ્લાઈટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ ઓપરેશન એરલાઈન કંપનીની ફ્લાઈટ ૩૧ માર્ચથી સંપૂર્ણ બંધ થઈ છે. જેના કારણે છેલ્લી ઘડીએ મુસાફરોએ ઊંચા ફેરમાં ટિકિટ લેવાની નોબત આવી છે. અમદાવાદથી ઈન્દોરના સેકટર માટે એરલાઈન કંપની એટીઆરનો ઉપયોગ કરતી હતી.
જેમાં પેસેન્જર ક્ષમતા ૭૨ હોય છે. આ ફ્લાઈટ અમદાવાદથી સાંજે ૭-૧૦ વાગે ટેકઓફ થતી હતી. ૮-૨૦ વાગે ઈન્દોર પહોંચતી હતી. રિટર્નમાં બીજા દિવસે સવારે ૮-૦૫ વાગે ટેકઓફ થઈ અમદાવાદમાં ૯-૨૦ વાગે લેન્ડ થતી હતી. જો કે એરલાઈન કંપનીએ મુસાફરોને રિફંડ આપશે પરંતુ જે મુસાફરોએ એડવાન્સમાં લો ફેરમાં ટિકિટ બુકીંગ કરી છે તેવા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

