જોડિયા બાળમુનિઓનો રેકોર્ડઃ દશવૈકાલિક સૂત્રના ૭૫૦ શ્લોક કંઠસ્થ

Thursday 09th November 2017 06:29 EST
 
 

સુરત: સુરતમાં અર્ધસતાવધન અને બાલ શતાવધન કરનાર ટ્વિન્સ બાળ મુનિઓએ પૂનામાં વધુ એક રેકોર્ડ કર્યો છે. પાંચ મહિના પહેલા દિક્ષા લેનારા બાળમુનિઓએ માત્ર ૫૦ મિનિટમાં જ દશવૈકાલિક સૂત્રની ૭૫૦ ગાથા (શ્લોક) લોકોને સંભળાવ્યા હતા. ભગવદ્ ગીતા અને કુરાન કંઠસ્થ કરીને દસ ચાર સેકન્ડમાં એક શ્લોક કરી ૫૦ મિનિટમાં જ ૭૫૦ શ્લોકનું વાંચન કરીને એક અનોખો રેકોર્ડ કર્યો છે.
રાજસ્થાન જૈન શ્વેતાંબર સંઘે પૂનામાં પ.પૂ. આચાર્ય નયનચંદ્રસાગરસૂરી મ.સા. તથા યુવા શતાવધાની અભિનંદનચંદ્ર સાગર મ.સા.ની નિશ્રામાં કંઠસ્થ આગમ વાચનામાં સુરતમાં પાંચ મહિના પહેલા દિક્ષા લેનારા ટ્વિન્સ બાળમુનિઓએ એક રેકોર્ડ કર્યો છે. જૈન ધર્મના પવિત્ર ગ્રંથ એવા દશ વૈકાલિક સૂત્ર જેમાં ભગવાન મહાવીરના ઉપદેશ દર્શાવાય છે તે ગ્રંથમાં જૈન સાધુના આહાર, વિહાર, સંયમ, સાધના, વિનય, તપ વગેરેનું વર્ણન કરાયું છે તેના ૭૫૦ શ્લોક માત્ર ૫૦ મિનિટમાં જ કંઠસ્થ કર્યા હતા.
પૂનામાં હાલમાં જ થયેલા એક કાર્યક્રમમાં ૫૦ મિનિટમાં લોકો સમક્ષ ૭૫૦ શ્લોક સંભળાવ્યા ત્યારે લોકો અચંબામાં પડી ગયા હતા. રાજસ્થાન જૈન શ્વેતાંબર સંઘના જણાવ્યા પ્રમાણે આ ટ્વિન્સ બાલમુનિઓએ માત્ર અઢી કલાકમાં ૩૫૦ શ્લોકનું પક્ખી સૂત્ર કંઠસ્થ કર્યું છે. આ બાલ મુનિઓને બે હજારથીવધુ શ્લોક કંઠસ્થ છે. આ પહેલાં આ બાલ મુનિઓ સુરતમાં શતાવધનની પદવી મેળવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter