જ્ઞાતિવાદથી કંટાળી ગયેલા યુવકની પોતાને નાસ્તિક જાહેર કરવા અરજી

Wednesday 24th April 2019 07:54 EDT
 

અમદાવાદ: દેશમાં જ્ઞાતિવાદથી કંટાળેલા યુવકે પોતાનો ધર્મ ધર્મનિરપેક્ષ-નાસ્તિક જાહેર કરવો હાઇ કોર્ટમાં રિટ કરી છે. હાઇ કોર્ટે રાજ્ય સરકાર તેમજ જિલ્લા કલેકટરને નોટિસ પાઠવી વધુ સુનાવણી ૯ જુલાઇ પર મુલતવી રાખી છે. અરજદાર રિક્ષાચાલક યુવક રાજવીર ઉપાધ્યાયે બંધારણીય જોગવાઇઓને ધ્યાને લઇ પોતાને ધર્મ નિરપેક્ષ રહેવાનો અધિકાર હોવા છતાં જિલ્લા કલેકટરે તેની અરજી નકાર્યાનો દાવો કર્યો છે. અરજદારે હાઇ કોર્ટ લિગલ સર્વિસ કમિટીથી એડવોકેટ મેળવી હાઇ કોર્ટમાં રિટ કરી છે કે, તેઓ જન્મે એસ. સી. કેટેગરીમાં ગરોડા બ્રાહ્મણ છે. તેઓ દેશ અને રાજ્યમાં પ્રવર્તમાન જ્ઞાતિની સિસ્ટમથી પરેશાન છે. તેથી બંધારણીય જોગવાઇ પ્રમાણે તેમને ધર્મ બદલવાની અપાયેલી સત્તા હેઠળ પોતાની જાતને હિંદુમાંથી ધર્મ નિરપેક્ષ બનાવવા ઇચ્છે છે. બંધારણના આર્ટિકલ ૨૫ અને ૨૬ હેઠળ દેશના તમામ નાગરિકોને ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. જો કાયદો ધર્મ નિરપેક્ષ અથવા તો નાસ્તિક તરીકે તેને ધર્મ બદલવાની સત્તા ન આપે તો તે બંધારણીય જોગવાઇની વિરુદ્ધનું છે.
અરજદારના એડવોકેટ હાર્દિક શાહે રજૂઆત કરી હતી કે, ૧૯ ઓક્ટોબર ૨૦૧૫ના રોજ ધર્મ બદલવા અમદાવાદ જિલ્લા કલેકટરને અરજી કરી હતી. તેમની અરજી બાબતે કોઇ જવાબ ન આવ્યો એટલું જ નહીં, બીજી અરજી પછી ૧૬ મે ૨૦૧૭એ કલેક્ટરે તેમની અરજી ફગાવી હતી. કલેક્ટરે કહ્યું હતું કે જોગવાઈ નથી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter