જ્યોર્જિયામાં ડો. રાજેશ પટેલ પર મહિલા દર્દીઓ પર જાતીય હુમલાનો આરોપ

Friday 12th May 2023 06:38 EDT
 
 

ન્યૂ યોર્કઃ અમેરિકાના જ્યોર્જિયામાં 68 વર્ષના ગુજરાતી ફિઝિશિયન પર મહિલા દર્દીઓએ જાતીય હુમલાનો આરોપ મૂક્યો છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, ડોક્ટરે એક વર્ષના ગાળામાં મહિલા દર્દીઓ પર આવા હુમલા કર્યા હતા.
જ્યોર્જિયાના ડિકેટર ખાતે વેટર્ન્સ અફેર્સ મેડિકલ સેન્ટરમાં ફરજ બજાવતા રાજેશ મોતીભાઇ પટેલ પર દર્દીઓના બંધારણીય અધિકારોના ઉલ્લંઘનનો આરોપ મુકાયો છે. ડોક્ટર સામે અનિચ્છનીય અને અણછાજતા સ્પર્શનો આરોપ મુકાયો છે. અમેરિકન એટર્ની રાયન બુકાનને જણાવ્યું હતું કે, ‘ડો. પટેલે 2019 અને 2020માં મહિલા દર્દીઓ સાથે કથિત જાતીય ચેડાં કર્યા હતા. આવું કૃત્ય કરીને તેણે સારવાર દરમિયાન દર્દીઓને કોઈ નુકસાન નહીં પહોંચાડવાના શપથનું ઉલ્લંઘન કર્યું છે.’
વેટર્ન્સ અફેર્સ ઇન્સ્પેક્ટર જનરલ માઇકલ મિસાલે જણાવ્યું હતું કે, ‘મોટી વયના લોકો અને તેમના પરિવારજનો સુરક્ષિત અને પારદર્શક માહોલમાં ઉત્તમ ગુણવત્તાની આરોગ્ય સેવાની અપેક્ષા રાખે અને તેના તેઓ હકદાર પણ છે. તેમણે દેશ માટે ઘણો ત્યાગ કર્યો છે અને તેઓ ઉત્તમ મેડિકલ સારવાર તથા ઉચ્ચ ગુણવત્તાની સારસંભાળના હકદાર છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter