અમદાવાદઃ મેઘાણી મેમોરિયલ કમિટી દ્વારા ૨૯મીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૦મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેઘાણીનગરમાં આવેલી ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને માલ્યાર્પણ કરીને શૌર્યગીતોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડીએસઓ દ્વારા મેઘાણીની પ્રતિમાને ફૂલો અર્પણ કરવામાં આવ્યા હતા. લોક કલાકારો દ્વારા ઝવેરચંદ મેઘાણીએ રચેલા શૌર્યગીતોનું ગાન કરાયું હતું.


