નવી દિલ્હીઃ ગોધરાકાંડ પછીનાં રમખાણો વખતે અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં ઝાકિયા જાફરીના પતિ અને પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત ૬૮ લોકો માર્યા ગયા હતા. એસઆઇટીએ આઠમી ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ નરેન્દ્ર મોદી અને અન્ય ૬૩ લોકોને ક્લિનચીટ આપીને ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો હતો. આ નિર્ણય વિરુદ્ધ ઝાકિયા જાફરીએ ગુજરાત હાઇ કોર્ટમાં અરજી કરી હતી જેને પાંચમી ઓક્ટો. ૨૦૧૭ના રોજ ફગાવાઈ હતી. આ કેસમાં એસઆઇટીએ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી હતી. આ નિર્ણય વિરુદ્ધ ઝાકિયાની અરજીની જુલાઈમાં સુનાવણી થશે. સુપ્રીમના જસ્ટિસ એ. એમ. ખાનવિલકરની અધ્યક્ષતામાં ખંડપીઠે સોમવારે કેસની સુનાવણી જુલાઈમાં નિર્ધારિત કરવાનો આદેશ કર્યો હતો.

