અમદાવાદઃ ગુજરાત ઇનોવેશન સોસાયટીએ ફાર્માસ્યુટિકલ હેલ્થકેર અને શિક્ષણ ક્ષેત્રે ઇનોવેશન કરવા બદલ ઝાયડસ કેડિલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પંકજ પટેલને ‘ગુજરાત રત્ન’ એવોર્ડ ૨૦મીએ પ્રદાન કરાયો છે. જીઆઈએસ દ્વારા ૧૭ અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓને પોતોપાતના ક્ષેત્રે અનેરું અને ઇનોવેટિક યોગદાન બદલ સન્મામિત કર્યા હતા. પંકજ આર પટેલના પુત્ર અને ઝાયડસના જોઇન્સ મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પટેલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગોનાઇઝેશન (ઇસરો)ના ચેરમેન એ. એસ. કિરણ કુરમારના હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. પંકજ પટેલના નેતૃત્વ અને પ્રેરણાથી લિપાગ્લીન નામની દવા શરૂ કરનારી ઝાયડસ સૌ પ્રથમ ફાર્માસ્યુટીકલ કંપની બની હતી. ઝાયડસ
ગ્રૂપે હેલ્થકેરના ક્ષેત્રે ૧,૨૦૦ કરતાં પણ વધુ દવાઓમાં સંશોધન કર્યા છે અને ટર્નઓવરના ૭ ટકા જેટલી રકમ સંશોધન માટે ફાળવે છે.


