અમદાવાદઃ ઝાયડસ કેડિલાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પંકજ પટેલ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ના વર્ષ ૨૦૧૭ના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા છે. સંસ્થાના હાલના પ્રેસિડેન્ટ અંબુજા નિયોટિયા ગ્રૂપના ચેરમેન હર્ષવર્ધન નિયોટિયાની મુદત આવતા મહિને પૂરી થશે તે પછી પંકજ પટેલ ફિકીના પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળશે.


