અમદાવાદ: દાહોદની ઝાલોદ નગર પાલિકાના કોર્પોરેટર હિરેન પટેલની હત્યાના કેસમાં ફરાર ઇમરાન ગુડાલા ઉર્ફે ઈમુ ડાંડની ગુજરાત એટીએસે ૨૮મી ડિસેમ્બરે હરિયાણાથી ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં ઇમરાન સહિત ગોધરા કાંડના આરોપી ઇરફાન પાડા, અજય કલાલ, મોહંમદ સમીર, સજ્જનસિંહ ચૌહાણ, બલરામ ભીલવાડા, સલીમ ઉર્ફે કાળાભાઈ શેખ સહિત કુલ સાતની ધરપકડ કરાઈ છે. જ્યારે ઝાલોદના કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અને હત્યાનો માસ્ટર માઇન્ડ અમિત કટારા હજુ વોન્ટેડ છે. અમિત કટારાએ ગોધરા કાંડના આરોપી ઇરફાન પાડાને હિરેન પટેલની હત્યા માટે રૂ. ૪ લાખની સોપારી આપી હતી. સપ્ટેમ્બરમાં હિરેન મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે જીપથી અકસ્માત કરીને તેમની હત્યા થઈ હતી. આરોપીઓની પૂછપરછમાં અમિત કટારાએ હિરેન પટેલની હત્યા કરવા માટે ઇરફાન પાડાને રૂ. ૪ લાખની સોપારી આપી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

