અમદાવાદઃ નવી દિલ્હી સ્થિત ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયામાં ઉપપ્રમુખના હોદ્દા માટે ગુજરાતના નરેન્દ્ર પટેલે વિજય મેળવ્યો છે. છેલ્લા ૩૮ વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર ઉપપ્રમુખ તરીકે ગુજરાતના ઉમેદવાર ચૂંટાયા છે. એન કેના નામે ઓળખાતા નરેન્દ્ર પટેલે પશ્ચિમ બંગાળના રંજન ચટ્ટોપાધ્યાય સહિત દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિતના સાત ઉમેદવારોને હાર આપી છે. આ ઇન્ટિ.માં અગાઉ ૧૯૭૮માં ગુજરાતના એચ કે મેવાડા પ્રેસિડેન્ટ બન્યા હતા.

