ગાંધીનગર: દોઢ વર્ષ અગાઉ ભાજપમાંથી ટિકિટ ન મળતાં કોંગ્રેસમાં ગયેલા ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન શામજી ચૌહાણે કોંગ્રેસથી નારાજ થઈને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે કેસરિયો ખેસ પહેરી લીધો છે. પુનઃ ભાજપી થતાં જ શામજી ચૌહાણે કહ્યું કે, અન્યાયની લાગણી થવાથી પાર્ટી છોડી હતી.
હવે પરત ફર્યો છું. ફરી અન્યાય થશે તો? તેવા પ્રશ્નના જવાબમાં ચૌહાણે કહ્યું કે, ફરી અન્યાય થશે તો મતદારો પોતાનું પાણી બતાવશે.
વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી વખતે ભાજપે ચોટીલાની ટિકિટ નહીં આપતા શામજી ચૌહાણ ભાજપ તરફી નારાજગી સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ તરફથી કમિટમેન્ટ કરાયા બાદ સુરેન્દ્રનગર લોકસભાની ટિકિટ માટે તેમનું નામ પેનલમાં પણ નહીં મુકાતા હવે કોંગ્રેસમાંથી નારાજગી વ્યક્ત કરીને તેઓ ભાજપમાં આવ્યા છે.

