ટેસ્લા પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશે? વર્ષે 5 લાખ કારનું ઉત્પાદન થઇ શકે

Wednesday 22nd November 2023 05:56 EST
 
 

વોશિંગ્ટનઃ ઇલેક્ટ્રિક કાર (ઈવી)નું ભવિષ્ય ઉજળું છે. આથી જ એલન મસ્ક પોતાની લોકપ્રિય કંપની ટેસ્લાને ભારતમાં લોન્ચ કરવા માટે રોડમેપ તૈયાર કરી ચૂક્યા છે. મસ્કની આગામી વર્ષે સંભવિત ભારતયાત્રાથી પહેલાં ટેસ્લાએ તૈયારીને આખરી ઓપ આપવાની શરૂઆત કરી દીધી છે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે હાલમાં જ કેલિફોર્નિયામાં ટેસ્લાના મેન્યુફેકચરિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી.
સૂત્રોના કહેવા મુજબ ટેસ્લા ઇન્ડિયાની ફેક્ટરી ગુજરાત અથવા તો મહારાષ્ટ્રમાં સ્થાપિત કરવામાં આવે તેવી વકી છે. આ પ્લાન્ટમાં દર વર્ષે અહીં પાંચ લાખ ઈવી કાર બનાવવામાં આવશે. ટેસ્લા ઇન્ડિયાની એન્ટ્રી લેવલ કારની કિંમત આશરે 20 લાખ રૂપિયા હોઇ શકે છે. ભારત સરકાર દ્વારા આયાત ડ્યૂટી (ઇમ્પોર્ટ ડ્યૂટી)માં ઘટાડાને લઈને ટેસ્લાની સાથે સહમતી દર્શાવી છે. હાલમાં આનો ખુલાસો થયો નથી. આગામી વર્ષે જાન્યુઆરીમાં મસ્કની સંભવિત ભારતયાત્રા દરમિયાન ટેસ્લા ઈન્ડિયાના સંબંધમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter