ટોરેન્ટ ફાર્મા યુનિકેમ ભારતને હસ્તગત કરશે

Wednesday 08th November 2017 06:36 EST
 

અમદાવાદ: અગ્રણી દવા ઉત્પાદક કંપની ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ રૂ. ૩,૬૦૦ કરોડના સોદામાં યુનિકેમ લેબોરેટરીઝનો ભારત અને નેપાળનો બ્રાન્ડેડ કારોબાર હસ્તગત કરશે. આ સોદાની મદદથી ટોરેન્ટનો બજાર હિસ્સો વર્તમાન ૨.૪ ટકાથી વધીને ૩.૪ ટકા જેટલો થશે. ટોરેન્ટ ફાર્માએ બીએસઈને જણાવ્યું છે કે આ સોદામાં યુનિકેમની ૧૨૦ પ્રોડક્ટ્સ તથા સિક્કિમના ઉત્પાદન પ્લાન્ટને કંપની હસ્તગત કરશે.
આ સોદો સ્લમ્પ સેલના આધારે થશે તેમ ટોરેન્ટે જણાવ્યું હતું. ટોરેન્ટ આ સોદા માટેની રકમની વ્યવસ્થા આંતરિક ભંડોળ અને બેન્ક પાસેથી ઋણ લઈને કરશે તેવું ટોરેન્ટના ચેરમેન સમીર મહેતાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ સોદો વ્યૂહાત્મક રીતે કંપની માટે અનુકૂળ છે અને તેની મદદથી કાર્ડિયોલોજી, ડાયબેટાલોજી, ગેસ્ટ્રો-ઈન્ટેસ્ટાઈનલ્સ તથા સીએનએસ થેરપી જેવા ચાવીરૂપ સેગમેન્ટ્સમાં કંપની સ્થિતિ વધુ મજબૂત બનશે. યુનિકેમ લેબોરેટરીઝના ચેરમેન ડો. પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ સોદાથી કંપની વૃદ્ધિની નવી કક્ષામાં આગળ વધવા સજ્જ બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter