ટ્રમ્પની કાર ‘અભેદ કિલ્લો’ઃ મિસાઇલ હુમલો પણ વાળ વાંકો કરી શકતી નથી

Saturday 22nd February 2020 04:26 EST
 
 

વોશિંગ્ટનઃ સુપર પાવર અમેરિકાના પ્રમુખ પ્રથમ વાર ગુજરાતના અતિથિ બનશે અને તેમને સત્કારવા માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. પ્રેસિડન્ટ ટ્રમ્પ અને તેમના પત્નીના આગતાસ્વાગતા જ નહીં, સલામતીમાં પણ કોઇ કચાશ રહી જાય નહીં તેના માટે પૂરી તકેદારી રખાઇ છે. સલામતીની આ તકેદારી અમેરિકાના સુરક્ષાકર્મીઓ દ્વારા પણ ઉઠાવાઇ રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટમાં આવેલા અમેરિકન એરફોર્સના ગ્લોબ માસ્ટર્સ એરક્રાફ્ટમાં વિશિષ્ટ પ્રકારની અમેરિકન કાર ‘એરિકાન’ લાવવામાં આવી છે. અમેરિકન પ્રેસિડેન્ટની કારની વિશિષ્ટતા અભેદ કિલ્લાથી ઓછી નથી.

‘ધ બિસ્ટ’ લિમોઝીન

• ‘ધ બિસ્ટ’ નામે જાણીતી આ કારમાં પ્રેસિડેન્ટ સાથે અન્ય ચાર લોકો બેસી શકે છે.
• કારના કાચ પાંચ લેયરવાળા પોલીકાર્બોનેટથી બનેલા છે. • બુલેટ અને મિસાઇલ પણ કારને નુકસાન પહોંચાડી શકતા નથી.
• ડ્રાઇવર તરફની વિન્ડો જ માત્ર ખુલી શકે છે અને તે પણ માત્ર ૩ ઈંચ.
• આ કારની સાથે પ્રેસિડેન્ટના બ્લડ ગ્રુપની બ્લડબેગ હોય છે.
• કાચની જાડાઇ પાંચ ઈંચ હોય છે.
• કારની બોડી સ્ટીલ-ટાઇટેનિયમ-એલ્યુમિનિયમ-સિરામિકના મિશ્રણથી બનેલી હોય છે.
• કારની અંદર નાઇટ વિઝન કેમેરા છે.
• અમેરિકન સિક્રેટ એજન્સી દ્વારા તૈયાર થયેલા ડ્રાઇવરો જ આ કાર હંકારી શકે છે.
• આ કાર ૧૮૦ ડિગ્રીનો વળાંક લેવા સક્ષમ છે.
• કારની અંદર ઓક્સિજનની પણ સુવિધા.
• કેબિન ડોર ૮ ઈંચ જાડો છે.
• કેમિકલ યુદ્ધ વેળા પણ આ કારમાં બેઠેલી વ્યક્તિ સુરક્ષિત રહે છે.
• કારના ટાયર સ્ટિલ પ્લેટેડ હોય છે.
• કારના ટાયર ક્યારેય કોઇ પણ સંજોગોમાં ફાટતા નથી.
• કારને લેન્ડ માઇન-મિસાઇલથી પણ બચી શકે છે.
• કારની અંદર નાના શસ્ત્રો હોય છે.
• ન્યૂક્લિયર-બાયોલોજીકલ-કેમિકલ એટેકથી પણ બચી શકાય છે.
• સેટેલાઇટની સાથે પ્રેસિડેન્ટની ગાડીમાં જામર પણ ઓપરેટ થઇ શકે તેવી વ્યવસ્થા.
• કારમાં સિક્રેટ સર્વિસ પ્રોટેક્ટિવ ડિટેઇલનો પ્રોગ્રામ લોડેડ કરેલો હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter