ટ્રમ્પે પૂણીનો તાર પકડીને પુછ્યુંઃ આ તૂટશે નહીં ને?

Wednesday 26th February 2020 02:24 EST
 
 

અમદાવાદ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાબરમતી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ૨૩ મિનિટ જેટલો સમય ગાળ્યો હતો. આ દરમિયાન તેમણે રેંટિયો કેવી રીતે કાંતવામાં આવે છે તેનું નિરીક્ષણ કર્યું હતું. 

ગાંધી આશ્રમના ગાઇડ લતાબહેન પરમારે જણાવ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પ અને તેમના પત્ની ચરખા પર બેઠા ત્યારે પ્રથમ રેટિંયાનું ચક્ર ફેરવ્યું અને આશ્ચર્ય થયું કે આ શું છે? પછી તેમણે જાણવાનો પ્રયત્ન કર્યો એટલે અમને બોલાવ્યાં અને અમે આવીને બતાવ્યું કે રૂની પૂણીમાંથી આવી રીતે દોરો તૈયાર થાય છે. ત્યારે તેમણે કહ્યું કે, આ તાર તૂટે નહીં? અમે કહ્યું કે ના ઊલટાનું વધારે ફેરવીશું તો વધુ મજબૂત થશે. એમણે મજાકમાં કહ્યું, હું તો બેસીશ તો મારાથી તૂટી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter