ઠાકોર બેઠકો પર મતદાનમાં વધારોઃ પાટીદાર બેઠકો પર ઘટાડો

Wednesday 01st May 2019 06:53 EDT
 

ગાંધીનગરઃ ઠાકોર સમાજ પ્રભાવિત લોકસભાની ૯ બેઠક પૈકી જે ૨૭ વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજ પ્રભાવિત છે તે બેઠકનું વર્ષ ૨૦૧૪ અને વર્ષ ૨૦૧૯નું વિશ્લેષણ કર્યું છે. જે પ્રમાણે ૨૭ પૈકી ૨૨ વિધાનસભા બેઠકમાં ૨૦૧૪ની સરખામણીએ ૨૦૧૯માં ૦.૯૧થી ૯.૨૫ ટકા મતદાન વધ્યું છે. જ્યારે પાંચ વિધાનસભા બેઠકમાં ૨૦૧૪ની સરખામણીએ ૨૦૧૯માં ૦.૨૧થી ૪.૧૧ ટકા મતદાન ઘટ્યું છે. એકંદરે ૨૭ પૈકી ૨૨માં મતદાન વધ્યું અને પાંચ બેઠકમાં ઘટતા બન્ને રાજકીય પક્ષ માટે તારણ કાઢવું મુશ્કેલ બન્યું છે. બનાસકાંઠા બેઠકમાં વાવ, ડીસા, દિયોદરમાં પાટણ લોકસભામાં બેઠકમાં રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર, ખેરાળુ વિધાનસભા બેઠકનું પરિણામ ઘટ્યું છે. સાબરકાંઠામાં મોડાસાનું વધ્યું, બાયડ અને પ્રાંતિજનું વધ્યું છે. ગાંધીનગર લોકસભામાં કલોલ, અમદાવાદ પૂર્માં દહેગામ, ગાંધીનગર દક્ષિણ અને સુરેન્દ્રનગરમાં વિરમગામ વિધાનસભા બેઠકનું પરિણામ વધ્યું છે. આણંદ લોકસભા બેઠકમાં આણંદ વિધાનસભામાં મતદાન ઘટ્યું છે. જ્યારે બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, સોજિત્રા બેઠક પર મતદાન વધ્યું છે.
પાટીદાર બેઠકોમાં મતદાન ઘટ્યું
લોકસભાની ૨૬ બેઠક માટે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં અત્યાર સુધીનું વિક્રમજનક ૬૪.૧૧ ટકા મતદાન નોંધાયું છે ત્યારે રાજ્યમાં પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી ૧૮ લોકસભા હેટળ આવતી ૫૦ વિધાનસભા બેઠકોમાં મતદાન પેટર્નના વિશ્લેષણમાં ૨૫ બેઠકોમાં મતદાનમાં ઘટાડો અને ૨૫ બેઠકોમાં વધારો જણાયો છે. જે બેઠકો પર રસાકસી છે ત્યાં આ પ્રકારની વધઘટને પગલે ઉમેદવારોની ચિંતામાં વધારો થયો છે.
વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર મતો નિર્ણાયક બન્યા હતા ત્યારે પાટીદાર સમાજના મતદારોની સંખ્યા વધુ છે તે વિસ્તારોમાં મતદાનમાં થતી ઘટની પરિણામ પર વ્યાપક અસર થઈ શકે છે. મહેસાણા બેઠકમાં પાટીદાર મતો નિર્ણાયક છે અને હાર-જીત પણ પાટીદાર મતદારો જ નક્કી કરતા હોય છે ત્યારે પાટીદાર મતો વધુ છે તેવી ૪ બેઠકો વિસનગર, કડી, મહેસાણા અને વિજાપુરમાં મતદાનમાં ઘટાડો થયો છે. બીજી તરફ ભાજપમાં વિવાદ હતો તે ઊંઝામાં ૪.૩૫ ટકાનો વધારો નોંધાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter