ડાકોર, દ્વારકા, શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

Wednesday 24th August 2022 06:58 EDT
 
 

અમદાવાદઃ રાજ્યના સુપ્રસિદ્ધ કૃષ્ણધામો દ્વારકા, ડાકોર અને શામળાજીમાં જન્માષ્ટમી પર્વની રંગેરંગે ઉજવણી કરવામાં આવી હતી. શુક્રવારે રાત્રે બરાબર 12ના ટકોરે, ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ ઉજવાયો હતો. આ બાદ ભગવાને પારણે ઝુલાવવામાં આવ્યા હતાં.
કૃષ્ણ જન્મોત્સવને વધામણા કરવા ભક્તો મંદિર પરિસરમાં આવતાં હજારો શ્રદ્વાળુઓથી પરિસર છલકાઇ ગયું હતું. આ સમયે ડાકોર ‘નંદ ઘેર નંદ ભયો, જય કનૈયાલાલ કી’, ‘હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી’ના ઘોષથી ગૂંજી ઉઠ્યું હતું. દ્વારકા, શામળાજી ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્વાળુઓ કૃષ્ણ જન્મોત્સવમાં જોડાયા હતા. આ સમયે માખણ, દહીં, પંચાજીરીનો પ્રસાદ પણ ભક્તોએ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. ભક્તો આતુરતાથી જન્મોત્સવની રાહ જોઇ રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter