ગાંધીનગરઃ ડો. જગદીશ પાંડિયન કે જેઓ ગુજરાતના મુખ્ય સચિવ પદેથી રિટાયર્ડ થયા બાદ જૂન ૨૦૧૫થી એશિયાના દેશોના વિકાસ માટે સ્થાયેલી એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્કના વાઈસ પ્રેસિડન્ટ તથા ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે ભારત સરકારદ્વારા નિયુક્ત થયેલા છે. તેમને એક્સટેન્શન અપાયું છે. એમનો એઆઈઆઈબી ખાતે કાર્યકાળ ૩ વર્ષનો હતો જે પૂરો થતાં તેમને એ જપદે યથાવત રાખવામાં આવ્યા છે.


