ડો. દેવેન્દ્ર પટેલે ૩૭ વર્ષ સુધી ફકત રૂ. ૫૦૦ પગાર લીધો

Wednesday 19th April 2017 08:19 EDT
 
 

અમદાવાદઃ દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે અમદાવાદના જાણીતા કેન્સર સર્જન ડો. દેવેન્દ્ર પટેલને ૧૩મીએ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો. ડો. દેવેન્દ્ર પટેલે ૧૯૫૬માં એમબીબીએસ, ૧૯૫૯માં એમ.એસ. અને ૧૯૬૪માં એફઆરસીએસની ડિગ્રી હાંસલ કરી હતી. એ પછી ૧૯૬૬માં એમ. પી. શાહ કેન્સર હોસ્પિટલ (ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ) સાથે જોડાયા હતા અને વર્ષ ૨૦૦૩માં હોસ્પિટલના ડાયરેક્ટર પદેથી નિવૃત્ત થયા હતા. તેમની ૩૭ વર્ષની મેડિકલ કારકિર્દીમાં તેમણે ફકત રૂ. ૫૦૦ પગાર લીધો હતો. ડો. દેવેન્દ્ર પટેલે તેમના કરિયર દરમિયાન ૨૦ હજારથી વધુ કેન્સર સંબંધિત સર્જરી કરી છે અને એક લાખથી વધુ કેન્સરના દર્દીઓની સારવાર કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter