અમદાવાદઃ ડીઆરઆઈને હાઈએન્ડ ડ્રોનની દાણચોરીના કૌભાંડમાં પાકિસ્તાન, ચીન, મ્યાનમાર અને ભારતના દાણચોરોની સંડોવણી જોવા મળી છે. ડીઆરઆઈએ આ કૌભાંડના માસ્ટર માઈન્ડ ચિન્મય મેહુલ આનંદની અમદાવાદના વાસણામાંથી ધરપકડ કરી છે. ચિન્મય વાસણાના ઓકે સ્ટુડિયોના માલિકનો પુત્ર છે. મિસડિક્લેરેશન કરીને રૂ. ૧૦ કરોડના ડ્રોનની દાણચોરીમાં રૂ. ૩ કરોડની ડયૂટી ચોરી પકડાઈ છે. ડ્રોન માટે પાકિસ્તાની કંપની ચીનની કંપનીને ઓર્ડર આપતી હતી. એ પછી સામાન ચીનના યુનાન સ્થિત વેરહાઉસમાંથી આ ડ્રોન ટેમુ, મ્યાનમાર લઈ જવાતા અને મ્યાનમારથી મોરેહ થઈને મણિપુરના ઇમ્ફાલ થઈને ભારતમાં લવાતા હતા.

