અમદાવાદઃ સબરંગ ટ્રસ્ટના પેટા ટ્રસ્ટો બનાવીને કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાંથી રૂ. ૧.૪૦ કરોડનું કૌભાંડ આચર્યાની ફરિયાદ તિસ્તા સેતલવાડ અને તેના પતિની સામે થયાના કિસ્સામાં ક્રાઇમ બ્રાંચે તિસ્તા સેતલવાડ અને તેના પતિની પાંચમી એપ્રિલે ૫ કલાક સુધી પૂછપરછ કરી હતી. ૨૦૦૨ના રમખાણો અને ખાસ કરીને ગુલબર્ગ સોસાયટી કાંડમાં પીડિતોને મદદ માટેના રૂપિયા સગેવગે કરવાના આરોપની ક્રાઈમ બ્રાંચે પૂછપરછ કર્યાં પછી તિસ્તાને મીડિયાકર્મીઓએ શું તપાસ થઈ? એવા સવાલો કરતાં તિસ્તા વારંવાર હાથ જોડીને કહેતી રહી કે મને કશું જ પૂછવામાં ન આવે પ્લિઝ! મુંબઈની કોર્ટમાં કરેલી અરજીના અનુસંધાનમાં કોર્ટે તિસ્તા અને તેના પતિના આગોતરા જામીન મંજૂર રાખ્યા હતા.
જો કે, કોર્ટે એવી તાકીદ પણ કરી હતી કે, જ્યારે તેમને આ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવું પડશે. આ અંગે માનવ સંસાધન વિભાગના અધિકારીની પણ મિલિભગત હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો હતો.


