ગાંધીનગરઃ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા વિરમગામના મહિલા ધારાસભ્ય ડો. તેજશ્રીબહેન પટેલની ટિકિટ ફાઈનલ છે. એવો ક્લિન મેસેજ ભાજપના મહામંત્રી કે. સી. પટેલે સંગઠનની બેઠકમાં હવે કોની ટિકિટ જાહેર થાય છે તેના પર સૌનું ધ્યાન આકર્ષાયું છે. સામાન્ય રીતે ભાજપમાં દિલ્હીથી ઉમેદવારોના નામ જાહેર થયા પછી જ ટિકિટ કન્ફોર્મ હોય છે. પરંતુ, વિરમગામમાં તેજશ્રીબહેન કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે માટે સ્થાનિક સંગઠનની સમિક્ષા બેઠકમાં ભાજપના પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલે સ્પષ્ટપણે આમ કહ્યાનું કહેવાય છે.

