અમદાવાદ: ‘અબકી બાર હિન્દુત્વ કી સરકાર’ના નારા સાથે ડો. પ્રવીણ તોગડિયાએ ‘હિન્દુસ્તાન નિર્માણ દળ’ પાર્ટીની રચના કરી હતી. તોગડિયાએ ૨૨મીએ અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી ગુજરાતની ૯ લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગુજરાતમાંથી કુલ ૧૫ ઉમેદવારો ઊભા રખાશે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઓડિસા, આસામ અને હરિયાણા રાજ્યોના કુલ ૪૧ બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરાઈ હતી. રામમંદિર મુદ્દે તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે રામમંદિરનું વચન આપ્યું હતું. આજે પાંચ વર્ષ પૂરા થવા આવ્યા પણ મંદિર બન્યું નથી.
ભાજપ સરકારે હિન્દુત્વ છોડી દીધું, વિકાસ છોડી દીધો અને હવે રાષ્ટ્રવાદની વાત કરે છે. કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસે પણ ગરીબી હટાવોની વાતો કરી હતી, પણ ગરીબોની કોઈ ચિંતા કરી નહોતી.

