ત્રણ મહાનુભાવ વચ્ચે બે ખુરશી!

Wednesday 26th February 2020 02:37 EST
 
 

મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ દરમિયાન ઊડીને આંખે વળગે તેવી બાબત રહી તે મંચ પર મુકાયેલી માત્ર બે ખુરશી. પ્રમુખ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદી માટે મંચ પર એક જ ખુરશી મુકાઇ અને બન્ને નેતા વારાફરતી તેમાં બેઠા. પ્રોટોકોલની દૃષ્ટિએ આવું બનતું નથી. અમેરિકાના પ્રમુખની ખુરશીમાં મોદીનું બેસવું એ તેમના આંતરરાષ્ટ્રીય સ્તરે શક્તિશાળી અસ્તિત્વની પ્રતીતિ કરાવે છે. સાથોસાથ આ ઘટના મોદી-ટ્રમ્પની દોસ્તીનું પ્રતીક ગણી શકાય. મોદી સંબોધન કરવા ઊભા થયા ત્યારે ટ્રમ્પ એ ખુરશી પર બેઠા. રાજદ્વારી પ્રોટોકોલ પ્રમાણે આ ઘટના કોયડા સમાન છે કારણ કે મોદી સંબોધન કરવા ઊભા થયા ત્યારે ટ્રમ્પ ખુરશી પર બેઠા હતા અને તેમની બાજુની ખુરશીમાં તેમના પત્ની મેલાનિયા બેઠાં હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter