થલતેજ-શીલજ-રાચરડા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

Monday 25th January 2021 09:35 EST
 
 

અમદાવાદઃ પશ્ચિમી વિસ્તારમાં આવેલા થલતેજ, શીલજ-રાચરડાને જોડતા રૂ. ૫૫ કરોડના ખર્ચે બનેલા એક કિ.મી. લાંબા ચાર માર્ગીય રેલવે ઓવરબ્રિજનું ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે રિબિન કાપીને ૨૧મીએ લોકાર્પણ કર્યું હતું. નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે, રેલવે લાઈન પર રોજની ૧૦૦થી વધુ ટ્રેન પસાર થાય છે આથી, અહીં ઓવરબ્રિજ શરૂ થતાં આ વિસ્તારમાં રહેતા ૧૦ લાખથી વધારે નાગરિકોને રાહત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter