સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં હતાં. શાંતાતાઇ 9 વર્ષના હતાં ત્યારથી લાઠી અને તલવાર ચલાવવાનું શીખ્યા હતાં. હવે તેઓ વિવિધ શહેરોમાં લાઠી અને તલવારના કરતબ બતાવીને ગુજરાન ચલાવે છે. સુરતમાં તેમના 15 મિનિટના પર્ફોર્મન્સે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. એટલું જ નહીં કાર્યક્રમમાં ઉપસ્થિત બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ભાવવિભોર બનીને દાદીમાને ભેટી પડ્યા હતા. દૃશ્ય નિહાળીને ઉપસ્થિત લોકોની આંખો ભીંજાઈ ગઈ હતી.


