JCB £૬૫ મિલિયનના ખર્ચે સુરત નજીક નવી ફેક્ટરી સ્થાપશે

Wednesday 10th April 2019 07:00 EDT
 

લંડનઃ જેસીબી ભારતમાં સુરત નજીક ૪૪ એકર જમીનમાં ૬૫ મિલિયન પાઉન્ડના ખર્ચે વર્ષે ૮૫,૦૦૦ ટન સ્ટીલનું પ્રોસેસિંગ કરનારી નવી અદ્યતન ફેક્ટરીનું નિર્માણ કરશે. તેનું ઉત્પાદન ૨૦૨૦ સુધીમાં શરૂ થઈ જશે. જેસીબીના ચેરમેન લોર્ડ બેમ્ફર્ડે ૨૫ માર્ચને સોમવારે નવી ફેક્ટરીનું ખાતમૂહૂર્ત કર્યું હતું.
દિલ્હી, પૂણે અને જયપુરમાં પ્લાન્ટ ધરાવતી જેસીબીનો ભારતમાં આ છઠ્ઠો પ્લાન્ટ હશે. જેસીબી ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર વિપીન સોંઢીએ જણાવ્યું હતું કે સુરતમાં સ્થપાનારી આ ફેક્ટરી દ્વારા આ વિસ્તારમાં કંપનીની વધી ગયેલી માંગ સંતોષાશે. તેમણે ઉમેર્યું હતું કે નવું સ્થળ વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું છે કારણ કે તે કાર્યદક્ષ પરિવહનનું સંચાલન કરતા દરિયાઈ બંદરની નજીક આવેલું છે.
૧૯૪૫માં સ્થપાયેલી બેમ્ફર્ડ પરિવારની માલિકીની જેસીબીના ચેરમેન લોર્ડ બેમ્ફર્ડ છે. ઈયુ રેફરન્ડમમાં લીવ કેમ્પેઈનને સમર્થન આપનારા લોર્ડ બેમ્ફર્ડે જણાવ્યું હતું કે યુકે અને ભારતમાં ઉત્પાદન ક્ષમતામાં મૂડીરોકાણ સાથે તેઓ ભવિષ્યમાં તેમનો બિઝનેસ વિક્સાવવા સક્ષમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter