SRK ‘ભાગ્યલક્ષ્મી યોજના’ હેઠળ 23 પરિવારને લાભ અપાયો

Wednesday 28th September 2022 06:06 EDT
 
 

સુરતમાં શ્રી રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા વી.એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલમાં 23 સપ્ટેમ્બરના રોજ ‘ભાગ્યલક્ષ્મી યોજના’ હેઠળ 23 પરિવારને લાભ આપવામાં આવ્યો હતો. યોજના અંતર્ગત 2007 પછી જે પરિવારમાં ચોથી દીકરીનો જન્મ થાય તે દીકરીને ભાગ્યલક્ષ્મી તરીકે નામ આપીને આ પરિવારનો ‘ભાગ્યલક્ષ્મી યોજના’માં સમાવેશ કરવામાં આવે છે. આ યોજનામાં જોડાયેલા દરેક પરિવારને તાજેતરમાં શ્રી રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ તરફથી રૂ. 11,000ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના ડીસીપી અમિતા વનાણી, ન્યૂરોલોજિસ્ટ ડો. હિના ફળદુ, પાયલટ મૈત્રી પટેલ, ટ્રસ્ટ પરિવાર તરફથી એસઆરકેના મેનેજિંગ ડિરેક્ટર દિનેશભાઇ નારોલા અને વી.બી. નારોલા, શ્રીમતી ચંપાબેન ધોળકિયા, શ્રીમતી વાલીબેન ધોળકિયા ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમને દીપાવ્યો હતો. મહત્વની વાત એ હતી કે ચંપાબેન ગોવિંદભાઇ ધોળકિયાનાં જન્મદિન નિમિત્તે આ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવેશ લાઠીયાએ કર્યું હતું. મહેમાનોનું સ્વાગત અક્ષય ધોળકિયાએ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter