આવો તો રમવા ને એલઈડીથી ગરબે ઝળહળવા રે...

Wednesday 27th September 2017 10:27 EDT
 
 

સુરત: સુરતના ટેકનિશિયન્સ અને ફેશન ડિઝાઈનર્સે મળીને એવાં ચણિયાચોળી ડિઝાઇન કર્યાં છે કે જે પહેરીને ગરબા રમવાથી વીજળી પેદા થાય છે અને એલઇડી લાઇટ્સ ઝળહળે છે. પાછા આ વસ્ત્રોમાં સેલ લગાવવાના હોતા નથી. ટેકનિશિયન મીત શાહ કહે છે કે, મોશન સેન્સરથી એલઇડી લાઇટ્સ ચાલે છે, પણ જો ગ્રાઉન્ડ પર રમતાં દરેક ખેલૈયાના વસ્ત્રોમાં આવાં સેન્સર ફિટ કરીએ તો ગ્રાઉન્ડ પર અલગ જ લાઇટિંગ દેખાય. દક્ષિણ ગુજરાતમાં આશરે ૫૦ ખેલૈયાઓ આવા ચણિયાચોળી પહેરીને ગરબા રમે છે.
વોશ પણ કરી શકો
મીત શાહ કહે છે કે, ખેલૈયાઓ સામાન્ય રીતે ત્રણ કલાક ગરબે રમે છે. એમની સ્પીડ ૩.૫થી ૪.૫ કિમી પ્રતિ મિલી સેકન્ડની હોય છે. સ્પીડમાં ૧ વોલ્ટથી ૨ વોલ્ટ જેટલી એનર્જી પેદા થાય છે. એનાથી લાઇટિંગ બલ્બ પ્રકાશિત કરી શકાય. આ બલ્બ્સ ડ્રેસથી છૂટાં કરી શકાય છે અને જેથી ડ્રેસ ધોઇને ઈસ્ત્રી પણ કરી શકાય.
વીજળી પેદા થાય
એન્જિનિયર જયસુખ સુદાણી કહે છે કે ચણિયાચોળીમાં પેસિવ ઇન્ફ્રારેડ મોશન સેન્સર ફિટ કરાયું છે, જે મોશન ડિટેક્ટ કરવામાં મદદ કરે. એમાં બટન આકારનાં મોશન ડિટેક્ટ કરતાં ચાર માઇક્રો સેન્સરને ચણિયાચોળીમાં ફિટ કરાયાં છે. એની સર્કિટને એલઇડી લાઇટવાળી સીરિઝ સાથે જોઇન્ટ કરી છે. હવે ખેલૈયાઓ ચણિયાચોળી પહેરીને મેદાન પર દોઢિયાનાં સ્ટેપ્સ લે ત્યારે એમની ગતિથી ઘર્ષણ પેદા થાય ને લાઈટ્સ થાય છે. ­


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter