આહીર લગ્નોત્સવમાં આવેલા અખિલેશે કહ્યુંઃ ઉત્તર પ્રદેશમાં ગુજરાતનું એન્કાઉન્ટર મોડેલ ચાલે છે

Thursday 08th February 2018 00:42 EST
 
 

સુરતઃ આહીર સમાજનો સમૂહલગ્નોત્સવ ચોથી ફેબ્રુઆરીએ સુરતમાં યોજાઈ ગયો. આ લગ્નોત્સવનું ૧૦૦ એકર જગ્યામાં આયોજન થયું હતું અને આશરે દોઢ લાખ લોકોની તેમાં હાજરી હતી. ઉલ્લેખનીય છે કે આ લગ્ન સમારોહમાં હાજરી આપવા આવેલા ઉત્તર પ્રદેશના માજી મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં એન્કાઉન્ટરના નામે કોઈને પણ મારી નંખાય છે. દરેક જિલ્લામાં જે રીતે એન્કાઉન્ટર થાય છે તે જોતાં ગુજરાતનું એન્કાઉન્ટર મોડલ હવે ઉત્તર પ્રદેશમાં લાગુ પડી રહ્યું હોવાનું જણાય છે. રામ મંદિર મુદ્દે તેમણે કહ્યું કે, આ અંગે કાયદાકીય રીતે જે નિર્ણય લેવામાં આવે તે નિર્ણય માન્ય રાખવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter