ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીનું રૂ. ૧૩૭ કરોડમાં ઊઠમણું

Wednesday 14th November 2018 06:45 EST
 

સુરતઃ બે દશકા કરતાં વધુ સમયથી મેન્યુફેક્ચરિંગની સાથે હીરાનો વ્યવસાય કરતી એક ભારતીય પેઢી દિવાળી પહેલાં જ એન્ટવર્પમાં રૂ. ૧૩૭ કરોડથી વધુમાં કાચી પડી હોવાનું બહાર આવતાં ભારે હડકંપ મચ્યો હતો. આ પેઢીમાં એન્ટવર્પની બેંકોના અને આડતિયાઓની મોટી રકમ ફસાઈ હોવાની ચર્ચાઓ સુરત અને મુંબઈ હીરા બજારમાં બહુ જોરશોરથી ચાલી રહી છે. હીરા બજારને છેલ્લાં દિવસથી નાના-મોટા ઉઠમણાંઓ હચમચાવી ગયાં છે, ત્યાં વધુ એકનો ઉમેરો થતાં હીરા ઉદ્યોગકારોમાં નિરાશા છે. સુરત હીરાબજારમાં પ્રથમ ચર્ચા હતી કે, સુરતમાં મેન્યુફેક્ચરિંગનું કામ કરતી વર્ષો જૂની પેઢી રૂ. ૧૩૭ કરોડમાં નબળી પડી છે. એન્ટવર્પથી બપોર પછી મુંબઈ અને સુરત હીરાબજારમાં વાત આવતાં ચર્ચાઓ વધુ તેજ બની હતી.
આયાત-નિકાસમાં મોટું ટર્નઓવર કરતી આ પેઢી કાચી કંઈ રીતે પડી એ ચર્ચાનો મુદ્દો છે. કેમ કે પેઢી કાચી કંઈ રીતે પડી એ ચર્ચાનો મુદ્દો છે. કેમ કે પેઢી જાડા હીરાનું કામ કરતી હતી અને જાડા હીરામાં તો એવી કોઈ તકલીફો જ નથી. છતાં પેઢી નબળી પડી એનું આશ્ચર્ય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter