દિલ્હી પારસી અંજુમને બિનપારસીને ધર્મગુરુ બનાવી દેતા રોષ

Wednesday 22nd May 2019 07:16 EDT
 

સુરતઃ દિલ્હી પારસી અંજુમને બિનપારસી વ્યક્તિને બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે સમાજના ધર્મગુરુ બનાવી દેતા ચોમેરથી વિરોધ ઉઠયો છે. શાંત ગણાતા પારસી સમાજમાં બિનપારસી ધર્મગુરુને મુદ્દે ભારોભાર આક્રોશ ફેલાયો છે. પરકોમની વ્યક્તિને મોબેદ પદેથી તાત્કાલિક દૂર કરવાની માંગ સાથે સમાજના જાગૃત નાગરિકે પોલીસ કમિશ્નરને લેખિતમાં ફરિયાદ પણ કરી છે.
ભગવાગરે ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે, રોહિન કરંજીયિાની માતા પરજ્ઞાતિના છે. મુંબઇ પારસી એક્ટ તેમજ પારસી એક્ટ મુજબ કોઇપણ વ્યક્તિના મા-બાપ બંને પારસી ન હોય તો તેવા વ્યક્તિની મોબેદ કે પેરા મોબેદ તરીકે નિમણૂક થઇ શકે નહીં. બિનપારસીને મોબેદ તરીકે બેસાડી દઇ ટ્રસ્ટીઓએ સમગ્ર પારસી કોમનું ઘોર અપમાન કર્યુ છે. આ ગેરકાયદે નિયુક્તિને પગલે દેશ તથા વિશ્વમાં વસતા પારસીઓની ધાર્મિક લાગણી દુભાઇ છે. શહેરમાં શાહપોર ખાતે માછલીપીઠમાં રહેતા પોરસ ભગવાગરે પોલીસ કમિશ્નરને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે ગોધરાના રહેવાસી અને હાલમાં દિલ્હી વસતા રોહિન ફિરોઝ કરંજીયાને અનઅધિકૃત રીતે મોબેદ એટલે કે પારસી ધર્મના ધર્મગુરુ બની બેઠાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter