ધજ બનશે દેશનું પ્રથમ ઈકો વિલેજ

Friday 05th August 2016 07:01 EDT
 
 

માંડવીઃ તાલુકાની ગાઢ વનરાજીથી શોભતા ધજ ગામની તાજેતરમાં દેશના પ્રથમ ઈકો વિલેજ તરીકે તાજેતરમાં પસંદગી કરવામાં આવી છે. ઈકો વિલેજના પૂરેપૂરા અમલીકરણથી ગામડાંની પર્યાવરણીય પરિસ્થિતિમાં પરિવર્તન આવશે અને ગામડાંઓ આર્થિક તેમજ ટકાઉ વિકાસ સાધવા સક્ષમ બની રહેશે. ગામડાંના લોકો પારંપારિક વ્યવસાય છોડીને રોજગારીની આશાએ શહેરો તરફ વળી રહ્યા હતા. ગામની પ્રજા ગામમાં જ વસે એના માટે સરળ આજીવિકાના સ્ત્રોત તરીકે ઇકો વિલેજ શ્રેષ્ઠ વિકલ્પ છે. ઈકો વિલેજના પૂરેપૂરા અમલીકરણથી ગામડાંની સ્થિતિ બદલાશે તેમજ આર્થિક વિકાસ સાધીને સક્ષમ બનશે. ગામડાંમાં વેસ્ટ વોટર મેનેજમેન્ટ, વીજળી માટે સૂર્ય અને પવનશક્તિ થકી ઊર્જા પ્રાપ્ત કરવાની સિસ્ટમ, જૈવિક કચરામાંથી કૃષિમાં ઉપયોગી ખાતર તેમજ સ્થાનિક રહેણીકરણી, સાંસ્કૃતિક-કળાના આધારે રોજગારીનું મોડેલ વિકસાવી વિકાસ કરાશે.

ઇકો સ્ટ્રીટ લાઈટઃ ગામના રસ્તા પર સોલાર સ્ટ્રીટ લાઇટ ફિટ કરીને પેનલ સાથે કનેક્ટ કરાઈ છે.

ઝૂપડાં પર સોલર પેનલઃ ધજના દરેક ફળિયામાં રીતે નાનામોટા ઘરો કે ઝૂંપડાંઓ પર સોલર પેનલો લગાવી દેવામાં આવી છે, જેને કારણે લોકો સમય સાથે સંગ સાધતાં મહત્તમ સૌરઊર્જાનો ઉપયોગ કરી આર્થિક બચત કરી શકે છે.

ઈકો મોડેલ તરીકે પસંદઃ ધજ ગામ દેશનું પ્રથમ ઇકો મોડેલ વિલેજ બન્યું છે. પર્યાવરણ જાળવણી સાથે સંતુલિત વિકાસ થશે અને કાર્બન ન્યુટ્રલ વિલેજને પ્રોત્સાહન મળશે.

આગામી પેઢી માટે આશીર્વાદ સમાન

આ યોજનામાં આ ગામની પસંદગી થતાં ગામલોક ખૂબ ખુશ છે. ગ્રામજનો આ યોજનાને પૂરો સહયોગ આપવા કટિબદ્ધ છે. પર્યાવરણની જાળવણી સાથે આજીવિકા માટેની યોજના ભાવિ પેઢી માટે આશીર્વાદરૂપ બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter